કૃપા કરીને કાનૂની અસ્વીકરણ ("કાનૂની અસ્વીકરણ") ના નિયમો અને શરતો કાળજીપૂર્વક વાંચો. આ કાનૂની અસ્વીકરણ એ તમારા અને ગ્રિહમ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ વચ્ચેનો કાયદેસર રીતે બંધનકર્તા એગ્રીમેન્ટ છે, જે ગ્રિહમની પ્રોફાઇલ, માહિતી, પ્રોડક્ટ્સ અને સર્વિસીસ માટે www.grihumhousing.com હેઠળ નિયમો અને શરતો સ્થાપિત કરે છે અને તેની સર્વિસીસ ("સર્વિસીસ")નો ઉપયોગ કરતા વિવિધ યુઝર્સ સાથેના સંવાદ માટે સુવિધા કરી આપે છે. વેબસાઇટ, અથવા તેના કોઈપણ પેજને ઍક્સેસ કરવાથી, અને/અથવા વેબસાઇટ પર અથવા તેના દ્વારા આપવામાં આવેલી માહિતીનો ઉપયોગ કરવાથી કાનૂની અસ્વીકરણ અને તેમાં સમાવિષ્ટ શરતો તમને લાગુ પડે છે તે અંગે તમે સંમત થાઓ છો. કોઈ ચોક્કસ પ્રોડક્ટ્સ અને સર્વિસીસના નિયમો અને શરતો તથા કાનૂની અસ્વીકરણ વચ્ચે કોઈપણ વિરોધાભાસની સ્થિતિમાં આ પ્રોડક્ટ્સ અને સર્વિસીસની વિશિષ્ટ શરતો માન્ય રહેશે. જો તમે ઉપરોક્ત કોઈપણ કાનૂની અસ્વીકરણ સાથે સહમત ન હોવ તો ગ્રિહમના કોઈપણ પૃષ્ઠ પરની માહિતી નહીં વાંચવા વિનંતી છે. અહીં આપેલા નિયમો, શરતો અને સૂચનાઓમાં ફેરફાર કર્યા વિના તમારી સ્વીકૃતિ પર શરતી રીતે આ વેબસાઇટ તમને ઓફર કરવામાં આવે છે. વેબસાઇટનો ઉપયોગ કરીને તમે કાનૂની અસ્વીકરણની આવી તમામ શરતો, નિયમો અને સૂચનાઓ સાથે સંમત હોવાનું દર્શાવો છો.
આ વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી, સામગ્રી, મટીરિયલ્સ, ડેટા, ન્યુઝ આઇટમ, પ્રોડક્ટ્સ (ટેક્સ્ટ, સામગ્રી, ફોટોગ્રાફ્સ, ગ્રાફિક્સ, વિડિઓ અને ઑડિઓ સામગ્રી સહિતની તથા તે ઉપરાંતની અન્ય સામગ્રી), ફાઇનાન્શિયલ ડેટા, સમાચાર, સંશોધન, ભલામણો અને મંતવ્યો અથવા અન્ય ફાઇનાન્શિયલ માહિતી ("સામગ્રી") ફક્ત સામાન્ય માહિતી માટે આપવામાં આવેલ છે, જેનો ઉપયોગ બિઝનેસ/કોમર્શિયલ નિર્ણયો લેવા માટેના આધાર તરીકે થવો જોઈએ નહીં. આ વેબસાઇટ પર આપવામાં આવેલી સામગ્રીના આધારે કોઈપણ ઇન્વેસ્ટમેન્ટ કરતા પહેલા અથવા નાણાકીય ઋણ લેતા પહેલા તમને યોગ્ય સાવધાની રાખવાની અને/અથવા સ્વતંત્ર સલાહ લેવાની સલાહ આપવામાં આવે છે. ગ્રિહમ દ્વારા આ વેબસાઇટ ગ્રિહમ, તેની ગ્રુપ કંપનીઓ, પેટાકંપનીઓ, સબ્સિડિઅરી, અફિલિએટ્સ, સપ્લાયર્સ, એજન્ટો અથવા લાઇસન્સર્સ, તેની પ્રોડક્ટ્સ અને સર્વિસીસની માહિતીના પ્રસાર માટે તથા આપની સાથે સામાન્ય વાતચીતના માધ્યમ તરીકે જાળવવામાં આવે છે, જેનું અર્થઘટન કોઈપણ રીતે તમને આપવામાં આવતી સલાહ તરીકે કરવામાં આવશે નહીં.
આ વેબસાઇટમાં સમાવિષ્ટ સામગ્રી, ટેક્સ્ટ, ગ્રાફિક્સ, લિંક્સ અથવા અન્ય શરતો સહિત "જેમ છે તેમ", "ઉપલબ્ધ છે તેમ" આધારે પ્રદાન કરવામાં આવે છે અને કૉપિરાઇટ દ્વારા સુરક્ષિત છે. તમે ગૃહમની સ્પષ્ટ અને પૂર્વ લેખિત સંમતિ વિના અન્યોને ટૅક્સ્ટ અથવા ગ્રાફિક્સ વિતરિત કરશો નહીં. તમે ગ્રિહમની સ્પષ્ટ અને પૂર્વ લેખિત પરવાનગી વિના કોઈપણ સ્વરૂપમાં આ વેબસાઇટ પર શામેલ કોઈપણ સામગ્રીને કૉપી, ડાઉનલોડ, પ્રકાશિત, વિતરણ અથવા પુનઃઉત્પાદિત કરશો નહીં.
આ વેબસાઇટ પરની સામગ્રીને ગ્રિહમ, તેની ગ્રુપ કંપનીઓ, પેટાકંપનીઓ અથવા તેના કોઈપણ સહયોગીઓની યોજનાઓ મેળવવા માટે ઑફર, વિનંતી, આમંત્રણ, સલાહ અથવા ભલામણ તરીકે ગણવી જોઈએ નહીં. જો તમે વેબસાઇટ, પ્રૉડક્ટ અને/અથવા સર્વિસ અથવા આ વેબસાઇટ દ્વારા ઉપલબ્ધ કોઈપણ સામગ્રી પર આધાર રાખો છો, તો તમે તમારા પોતાના જોખમ પર આમ કરો છો. તમે સમજો છો અને સ્વીકારો છો કે આ વેબસાઇટ પર પ્રકાશિત માહિતી, ઉત્પાદનો અને સેવાઓ સાથે વિલંબ, ચૂક, દખલગીરી, અચોક્કસતાઓ અને/અથવા અન્ય સમસ્યાઓ હોઈ શકે છે.
આ વેબસાઇટ પર વર્ણવવામાં આવેલી પ્રોડક્ટ્સ કે સર્વિસીસમાંથી કેટલીક પ્રોડક્ટ્સ કે સર્વિસીસનો ઉપયોગ કેટલાક દેશોમાં પ્રતિબંધિત હોઇ શકે છે, અને જો તે અંગે કોઈ સંશય હોય તો, આવી પ્રોડક્ટ્સ/સર્વિસીસ વિશે વધુ માહિતી મેળવતા પહેલાં તમારા સ્થાનિક નિયમનકાર અથવા સત્તાવાળાઓ પાસેથી ખાતરી કરવા વિનંતી. પ્રોડક્ટ્સ અને સર્વિસીસ એ વ્યક્તિગત પ્રોડક્ટ્સ અને સર્વિસીસના કરારના નિયમો અને શરતોને આધીન, માત્ર ગ્રિહમના નિર્ણયો તથા પસંદગીથી ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે, તથા આવી પ્રોડક્ટ્સ અને સર્વિસીસ કોઈપણ સમયે સૂચિત કર્યા વિના પાછી ખેંચી શકાય છે અથવા તેમાં ફેરફાર કરી શકાય છે. તમામ શ્રેણીની પ્રોડક્ટ્સ અને સર્વિસીસ પ્રત્યેક સ્થળોએ ઉપલબ્ધ ન હોય તેમ બની શકે છે.
વેબસાઇટમાં શામેલ અથવા ઉપલબ્ધ માહિતીમાં અચોક્કસ અથવા ટાઇપોગ્રાફિકલ ભૂલો શામેલ હોઈ શકે છે. જોકે ગૃહમે વેબસાઇટ પર પ્રસારિત માહિતીની ચોકસાઈ અને વિશ્વસનીયતા સુનિશ્ચિત કરવાનો દરેક પ્રયત્ન કર્યો છે, પરંતુ કોઈપણ ભૂલો આકસ્મિક છે અને તે માત્ર અજાણતાથી બહાર છે.
ગ્રિહમ, તેની ગ્રુપ કંપનીઓ, પેટાકંપનીઓ, સબ્સિડિઅરી, અફિલિએટ્સ, સપ્લાયર્સ, એજન્ટો અથવા લાઇસન્સર્સ દ્વારા, સર્વિસ થકી ઉપલબ્ધ માહિતીની કોઈ ચોક્કસ હેતુ માટે ચોકસાઈ, સંપૂર્ણતા, સચ્ચાઈ, ઉલ્લંઘન કે ભંગ ન થયો હોવો, મર્ચન્ટેબિલિટી અથવા યોગ્યતાની અથવા અથવા આ સર્વિસ પરની કોઈપણ માહિતી કે ઉલ્લેખિત કે જાહેરાત કરવામાં આવેલ અથવા વેચવામાં આવેલ ગુડ્ઝ કે સર્વિસીસ માટે ખાતરી આપી શકતી નથી અને આપવામાં આવતી નથી. વેબસાઈટ પરની માહિતી ભૂલરહિત હોવાની કે સતત ઉપલબ્ધ હોવાની, કે સર્વિસ વાયરસથી કે અન્ય હાનિકારક ઘટકોથી મુક્ત હોવાની ખાતરી ગ્રિહમ, તેની ગ્રુપ કંપનીઓ, પેટાકંપનીઓ, સબ્સિડિઅરી, અફિલિએટ્સ, સપ્લાયર્સ, એજન્ટો અથવા લાઇસન્સર્સ દ્વારા આપવામાં આવતી નથી. ગ્રિહમ, તેની ગ્રુપ કંપનીઓ, પેટાકંપનીઓ, સબ્સિડિઅરી, અફિલિએટ્સ, સપ્લાયર્સ, એજન્ટો અથવા લાઇસન્સર્સ દ્વારા માહિતી, પ્રોડક્ટ્સ, સર્વિસીસ, જેમાં તમામ ગર્ભિત વોરંટી અને મર્ચન્ટેબિલિટી, ચોક્કસ હેતુ માટે યોગ્યતા, ટાઇટલ અને ઉલ્લંઘન કે ભંગ ન થયો હોવા અંગેની શરતોનો સમાવેશ થાય છે, તેવી સંબંધિત તમામ વોરંટી અને શરતોનો અસ્વીકાર કરે છે. આ વેબસાઇટ દ્વારા કોઈપણ ક્લાયન્ટને મોકલવામાં આવેલી અથવા આ વેબસાઇટ પર ઉપલબ્ધ કોઈપણ માહિતી કોઈપણ કંપની અથવા અન્ય કાનૂની એન્ટિટી અથવા આવી એન્ટિટી દ્વારા હાથ ધરવામાં આવતા બિઝનેસની ક્રેડિટ યોગ્યતા, ફાઇનાન્શિયલ પરફોર્મન્સ કે સંભાવનાઓ, સૉલ્વન્સિ કે સફળતાપૂર્વક કાર્ય કરવાની ક્ષમતા અંગે ગ્રિહમ, તેની ગ્રુપ કંપનીઓ, પેટાકંપનીઓ, સબ્સિડિઅરી કે અફિલિએટ્સનું કોઈપણ પ્રતિનિધિત્વ અથવા વોરંટી ઉભી કરતી નથી.
આ વેબસાઇટમાં વિવિધ પ્રોફેશનલ્સ/નિષ્ણાતો/વિશ્લેષકો વગેરેના સલાહ/મંતવ્યો અને નિવેદનો હોઈ શકે છે. ગ્રિહમ આ વ્યક્તિઓ દ્વારા આપવામાં આવેલા કોઈપણ મંતવ્યો/નિવેદનો/માહિતીની ચોકસાઈ, વિશ્વસનીયતાનું પ્રતિનિધિત્વ કે સમર્થન કરતું નથી. આ વેબસાઇટના વપરાશકર્તાઓ દ્વારા આ નિવેદનો પર રાખવામાં આવતો આધાર પોતાના જોખમે રહેશે. આ વેબસાઇટ પર આપવામાં આવેલા કોઈપણ મંતવ્યો, સર્વિસીસ અથવા અન્ય માહિતીની ચોકસાઈ, સંપૂર્ણતા, વિશ્વસનીયતા અને ઉપયોગિતા સ્વતંત્ર રીતે ચકાસવાની અને તેનું મૂલ્યાંકન કરવાની જવાબદારી વેબસાઇટના ઉપયોગકર્તાની રહેશે. આ વેબસાઇટ પરની તમામ માહિતી એ શરત અને સમજણ હેઠળ પૂરી પાડવામાં આવી રહી છે કે તેનું અર્થઘટન કાનૂની સલાહ, એકાઉન્ટિંગ અંગેની સલાહ, વેરા અંગેની સલાહ, ફાઇનાન્શિયલ સલાહ, ઇન્વેસ્ટમેન્ટ અંગેની સલાહ અથવા અન્ય પ્રોફેશનલ અંગેની સલાહ તરીકે અથવા ચોક્કસ તથ્યો અથવા બાબતો પર સલાહ તરીકે કરવામાં આવી રહ્યું નથી અથવા તેના પર આધાર રાખવામાં આવી રહ્યો નથી.
ગ્રિહમ આ વેબસાઇટ પર ઉપલબ્ધ કોઈપણ માહિતીને કોઈપણ સમયે (આમ કરવા માટે બંધાયેલા નહીં રહીને), આગોતરી સૂચના વિના અપડેટ, એડિટ, ઑલ્ટર અને/અથવા આંશિક રીતે દૂર કરી શકે છે, અને પાછળથી કોઈપણ નુકસાન, ક્ષતિ અને/અથવા ઋણમાં પરિણમી શકે તેવી તમામ અથવા કોઈપણ ક્રિયાઓ માટે તેને જવાબદાર ઠેરવી શકાશે નહીં. અહીં સમાવિષ્ટ કોઈપણ માહિતીનું અર્થઘટન તે માહિતી કોઈપણ પ્રોડક્ટ કે પ્રોસેસનો ઉપયોગ કરવાની ભલામણ કરે છે તેમ કરી શકાતો નથી, તથા તેનો ઉપયોગ કરવાથી કોઈપણ બૌદ્ધિક સંપદાનું ઉલ્લંઘન થશે અથવા નહીં થાય તેવી કોઈ સ્પષ્ટ કે ગર્ભિત રજૂઆત કે વોરંટી ગ્રિહમ આપતું નથી. આ વેબસાઇટમાં કરવામાં આવેલા કોઈપણ ફેરફારો અને તેના પર ઉપલબ્ધ માહિતી વિશે નિયમિત જાણ રાખવાની અપેક્ષા ઉપયોગકર્તા પાસે રાખવામાં આવે છે, તથા આવા કોઈપણ ફેરફારો વિશે ઉપયોગકર્તાને સલાહ આપવાની કોઈ જવાબદારી ગ્રિહમ લેતું નથી. આ વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી ગ્રિહમ દ્વારા તેને વિશ્વસનીય લાગે એવા સ્ત્રોતો પાસેથી મેળવવાનું સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરવામાં આવશે, પરંતુ ગ્રિહમ આવી માહિતીની સંપૂર્ણતા અથવા ચોકસાઈની બાંયધરી આપતું નથી.
કોઈ પણ સંજોગોમાં ગ્રિહમ, તેની ગ્રુપ કંપનીઓ, સબ્સિડિઅરી, અફિલિએટ્સ, સપ્લાયર્સ, એજન્ટો અથવા લાઇસન્સર્સ તમને કે અન્ય કોઈને થયેલ કોઈ નુકસાન, જેમાં પરિણામી, ખાસ, આકસ્મિક, પરોક્ષ, શિક્ષાત્મક, ઉદાહરણરૂપ અથવા કોઈપણ પ્રકારના અન્ય નુકસાન માટે કોઈપણ જવાબદારી, પછી તે આવા નુકસાનની શક્યતાની સલાહ તરીકે હોય, તે સહિત અન્ય કોઈ નુકસાન માટે માટે જવાબદાર રહેશે નહીં. આ વેબસાઇટ તથા સંલગ્ન વેબ પૃષ્ઠો પર આપવામાં આવેલી સામગ્રી એક સામાન્ય માહિતી છે અને તેનો હેતુ કોઈપણ બાબતમાં સલાહ આપવાનો નથી. સબ્સ્ક્રાઇબર્સ અને વપરાશકર્તાઓએ અહીં આપવામાં આવેલી માહિતીના આધારે કાર્યવાહી કરતા પહેલા પ્રોફેશનલ સલાહ લેવી જોઈએ. કોઈપણ ફાઇનાન્શિયલ પ્રોડક્ટ અથવા કોઈપણ પ્રોડક્ટ અને સર્વિસની તક, પ્રકૃતિ, યોગ્યતા, પસંદગી અથવા કાર્યક્ષમતા અંગેનો નિર્ણય અને સંપૂર્ણ જવાબદારી એ હંમેશા ગ્રાહક અને ઉપયોગકર્તાની રહેશે.
જો સામગ્રી પર લાગુ પડતા તમામ કૉપિરાઇટ અને અન્ય પ્રોપરાઇટરી નોટિસને લગતા કોઈપણ અધિકારોનું ઉલ્લંઘન કે ભંગ થતો ન હોય તો, વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાય તેવી કોઈપણ સામગ્રી તમે સંપૂર્ણપણે નોન-કમર્શિયલ અને વ્યક્તિગત ઉપયોગ માટે ડાઉનલોડ કરી શકો છો. વેબસાઇટનો ઉપયોગ કરીને ડાઉનલોડ કરેલી અથવા અન્યથા મેળવેલી કોઈપણ સામગ્રી તમારી પોતાની વિવેકબુદ્ધિ અને જોખમે કરવામાં આવશે અને તેના માટે તમે સંપૂર્ણપણે જવાબદાર રહેશો. તમારી કમ્પ્યુટર સિસ્ટમને થતા કોઈપણ નુકસાન, આવી કોઈપણ સામગ્રી ડાઉનલોડ કરવાથી થતા ડેટાના નુકસાન અને પ્રોપર્ટીના નુકસાન સહિત કોઈપણ પ્રકારના નુકસાન અથવા ક્ષતિ માટે ગ્રિહમ જવાબદાર રહેશે નહીં.
જો કે, તમે ગ્રિહમની પૂર્વ લેખિત પરવાનગી વિના ટૅક્સ્ટ, છબીઓ, ઑડિયો અને વિડિઓ સહિત જાહેર અથવા વ્યવસાયિક હેતુઓ માટે વેબસાઇટની સામગ્રીનું વિતરણ, ફેરફાર, ટ્રાન્સમિટ, ફરીથી ઉપયોગ, રિપોર્ટ અથવા ઉપયોગ કરશો નહીં.
વેબસાઇટનો ઍક્સેસ અને ઉપયોગ www.grihumhousing.com/terms-and-conditions ("શરતો અને નિયમો") પર ઉપલબ્ધ નિયમો અને શરતો, www.grihumhousing.com/privacy-policy ("ગોપનીયતા નીતિ") પર ઉપલબ્ધ ગોપનીયતા નીતિ તથા લાગુ પડતા તમામ કાયદા, નિયમો, નિયમનો, સૂચના અને પરિપત્રોને પણ આધીન રહેશે. વેબસાઇટને ઍક્સેસ કરીને અને બ્રાઉઝ કરીને, તમે નિયમો અને શરતો જેમ આપેલ છે તેમ જ તેનો સ્વીકાર કરો છો અને ગ્રિહમની ગોપનીયતા નીતિનું પાલન કરવા માટે સંમત થાઓ છો.
સામગ્રી અને તેમાં સમાવિષ્ટ ટ્રેડમાર્ક્સ, સર્વિસ માર્કસ, ટ્રેડ નેમ, આઇકન્સ, અને લોગો (“માર્કસ”) તથા તે ઉપરાંત અન્ય સહિત "ગ્રિહમ" શબ્દ અને ગ્રિહમ લોગોનો સમાવેશ થાય છે, તેની માલિકી ગ્રિહમની રહેશે. વધુમાં, વેબસાઇટ પર ઉપયોગમાં લેવાતી તમામ સામગ્રી અને ઇમેજની માલિકી અને લાઇસન્સ ગ્રિહમ ધરાવે છે, અને તેનો કોઈપણ અનધિકૃત ઉપયોગ કરવા પર પ્રતિબંધ છે. ગ્રિહમ, તેની ગ્રુપ કંપનીઓ, સબ્સિડિઅરી અથવા અફિલિએટ્સ પ્રોડક્ટ્સ અને સર્વિસીસના નામોના માલિક છે અને ટ્રેડમાર્ક્સ અને આવા નામોમાં નિહિત કૉપિરાઇટ સહિત અન્ય બૌદ્ધિક સંપત્તિના પૂર્વ ઉપયોગ/નોંધાયેલ માલિક તરીકે તેના અધિકારો તેમની પાસે અનામત છે. અહીં સમાવિષ્ટ કોઈપણ બાબતનો અર્થ, ગ્રિહમની ટ્રેડમાર્ક અથવા કૉપિરાઇટ સહિતની અન્ય બૌદ્ધિક સંપત્તિમાં તેના અધિકારોનું કોઈપણ લાઇસન્સ, સોંપણી, ટ્રાન્સફર આપવામાં આવે છે તેમ થતો નથી. વેબસાઇટ પર અથવા તેના દ્વારા પૂરી પાડવામાં આવેલી તમામ માહિતી (તમામ ટેક્સ્ટ્સ, ગ્રાફિક્સ અને લોગો સહિત) ના સંબંધમાં તમામ અધિકારો (કોપીરાઇટ્સ, ટ્રેડમાર્ક્સ, પેટન્ટ તેમજ અન્ય કોઈપણ બૌદ્ધિક સંપત્તિના અધિકાર સહિત) ગ્રિહમના રહેશે.
ગ્રિહમ, તેની ગ્રુપ કંપનીઓ, સબ્સિડિઅરી અથવા અફિલિએટ્સ કોઈપણ સમયે, કોઈપણ કારણોસર, કોઈપણ નિમિત્ત/કારણ વગર, કોઈપણ લિસ્ટિંગ રદ કરવાનો અધિકાર ધરાવે છે, અને કોઈપણ સમયે, કોઈપણ નિમિત્ત/કારણ વગર, કોઈપણ વ્યક્તિને સર્વિસની ઉપલબ્ધતા પ્રતિબંધિત અથવા મર્યાદિત કરવાનો અધિકાર ધરાવે છે. જો તમને આ સર્વિસ અથવા આ સર્વિસ દ્વારા ઉપલબ્ધ કોઈપણ સામગ્રી પર ભરોસો હોય, તો તમે તમારા પોતાના જોખમે કરી શકો છો.
તમે સંમત થાઓ છો કે આ વેબસાઇટ પર તમારા દ્વારા મોકલવામાં આવતી તમામ સામગ્રી, માહિતી અને વિચારો ગ્રિહમ, તેની ગ્રુપ કંપનીઓ, સબ્સિડિઅરી અને/અથવા અફિલિએટ્સની પ્રોપર્ટી રહેશે અને ગ્રિહમ, તેની ગ્રુપ કંપનીઓ, સબ્સિડિઅરી અને/અથવા અફિલિએટ્સની પ્રોપર્ટી રહેશે. મોકલવામાં આવેલ તમામ માહિતીને નોન-કૉન્ફિડેન્શિઅલ અને નોન-પ્રોપરાઇટરી ગણવામાં આવશે તથા આવી માહિતીના સંદર્ભમાં ગ્રિહમ, તેની ગ્રુપ કંપનીઓ, સબ્સિડિઅરી અને/અથવા અફિલિએટ્સની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં. અને તેઓને આ માહિતી અમર્યાદિત રીતે પુનઃઉત્પાદન, ઉપયોગ, જાહેર અને અન્ય લોકોને વિતરણ કરવા માટેની છૂટ રહેશે. વધુમાં, ગ્રિહમ, તેની ગ્રુપ કંપનીઓ, સબ્સિડિઅરી અથવા અફિલિએટ્સ આવી માહિતીમાં સમાવિષ્ટ કોઈપણ વિચારો, ખ્યાલો, જ્ઞાન અથવા તકનીકોનો ઉપયોગ આવી માહિતીનો ઉપયોગ કરીને વિકસાવવા અથવા માર્કેટિંગ સર્વિસ સહિત અન્ય કોઈપણ હેતુ માટે કરવા માટે સ્વતંત્ર રહેશે.
તમને આથી જાણ કરવામાં આવે છે કે, તમે આ વેબસાઇટ પર કોઈપણ કાયદા વિરૂદ્ધની, ધમકીભરી, બદનક્ષીભરી, બદનામ કરતી, ઉશ્કેરણીજનક, અશ્લીલ, અથવા અનાદર કરતી અથવા કાયદા હેઠળ કોઈપણ દીવાની અથવા ફોજદારી જવાબદારી ઊભી કરી શકે તેવી કોઈપણ અન્ય સામગ્રી પોસ્ટ અથવા ટ્રાન્સમિટ કરી શકતાં નથી, અને તમે તેની સાથે સંમત થાઓ છો. તમારા દ્વારા કરવામાં આવતી કોઈપણ કોમેન્ટની સામગ્રીની જવાબદાર સંપૂર્ણપણે તમારી રહેશે અને ગ્રિહમ આવી સામગ્રીને તેની સંપૂર્ણ વિવેકબુદ્ધિથી અને તમને કોઈપણ સૂચના આપ્યા વિના દૂર કરી શકે છે.
ગ્રિહમ, તેની ગ્રુપ કંપનીઓ, પેટાકંપનીઓ અથવા સહયોગીઓ આ પોસ્ટિંગને અપડેટ કરીને આ ઉપયોગની શરતોમાં સુધારો કરી શકે છે. તમે સંમત થાવ છો કે જો આ નિયમો અને શરતોનો કોઈપણ ભાગ અમલમાં મુકવાપાત્ર જણાય, તો આ નિયમો અને શરતોનો બાકીનો ભાગ સંપૂર્ણપણે અમલમાં અને અસરમાં રહેશે. આ વેબસાઇટનો ઉપયોગ કરીને, તમે આવા કોઈપણ સુધારાઓ દ્વારા બંધાયેલા રહેવા માટે સંમત થાઓ છો અને તેથી તમારે જે ઉપયોગની વર્તમાન શરતો માટે બંધાયેલા છો તે નક્કી કરવા માટે સમયાંતરે આ પેજની મુલાકાત લેવી જોઈએ.
વેબસાઇટ દ્વારા ગ્રિહમ વેબસાઇટના મુલાકાતીઓ પાસેથી માહિતી એકત્રિત કરી શકે છે જેમાં મુલાકાતીઓની ઓપરેટિંગ સિસ્ટમ, બ્રાઉઝર, ડોમેન નેમ અને વેબસાઇટ પર ઍક્સેસ કરવામાં આવતા અથવા મુલાકાત લેવામાં આવતા ચોક્કસ વેબ પૃષ્ઠોનો સમાવેશ થાય છે. ગ્રિહમ દ્વારા વેબસાઇટના મુલાકાતીઓને જાણ કરવામાં આવે છે કે જ્યારે તેઓ વેબસાઇટની મુલાકાત લે છે, ત્યારે ગ્રિહમના મુલાકાતીના કમ્પ્યુટર પર "કૂકી" અથવા તે પ્રકારની ફાઇલમાં કેટલીક માહિતી સંગ્રહિત કરવામાં આવી શકે છે. આ ફાઇલોની મદદથી ગ્રિહમ તે કસ્ટમરની લિસ્ટેડ અથવા હિસ્ટોરિકલ પસંદગીઓને અનુરૂપ વેબસાઇટને બનાવી શકે છે. મોટાભાગના વેબ બ્રાઉઝર્સ વેબ યુઝર્સને તેમના કમ્પ્યુટરમાંથી આવી ફાઇલોને કાઢી નાંખવા, બ્લૉક કરવા અથવા આવી ફાઇલ સ્ટોર થાય તે સમયે વપરાશકર્તાને સૂચિત કરીને તેમના પર નિયંત્રણ કરવાની સુવિધા આપે છે. આ ફંક્શનો વિશે જાણવા માટે વેબસાઇટના મુલાકાતીઓને તેમના બ્રાઉઝરની સૂચનાઓ જોવા માટે કહેવામાં આવે છે.
આ વેબસાઇટમાં ગ્રિહમની સબ્સિડિઅરી કંપનીઓ અને અફિલિએટ કંપનીઓની અન્ય વેબસાઇટ્સની લિંક્સ હોઈ શકે છે. આ વેબસાઇટમાં એક્સટર્નલ વેબસાઇટ્સની લિંક્સ પણ હોઈ શકે છે, જેમાં, થર્ડ-પાર્ટી (ગ્રિહમ સાથે અફિલિએટ ન હોય તેવી) દ્વારા નિયંત્રિત અથવા ઓફર કરવામાં આવતી વધુ લિંક કરેલી વેબસાઇટ્સ હોઇ શકે છે, જે તમને રસ હોય તેવી સંબંધિત વેબસાઇટ્સ, સર્વિસીસ અને/અથવા પ્રોડક્ટ્સ ઝડપથી અને સરળતાથી શોધવામાં સહાયરૂપ બની શકે છે. આ પ્રકારની લિંક્ડ વેબસાઇટ્સ પર મૂકવામાં આવેલી સામગ્રી અથવા ઓફર કરાયેલ પ્રોડક્ટ્સ/સર્વિસીસ, કે પ્રોડક્ટ્સ/સર્વિસીસની કોઈપણ ગુણવત્તાનું ગ્રિહમ દ્વારા સમર્થન, ચકાસણી અથવા તેની દેખરેખ રાખવામાં આવતી નથી. ગ્રિહમ આવી એક્સટર્નલ વેબસાઇટ્સના માલિકો અથવા સંચાલકો માટે અથવા તેઓ જે પ્રોડક્ટ્સ અથવા સર્વિસીસ પૂરી પાડે છે તેના માટે અથવા તેમની વેબસાઇટ્સ પરની સામગ્રી માટે પણ જવાબદાર નથી તથા આમાંથી કોઈના પણ સંદર્ભમાં કોઈપણ સ્પષ્ટ અથવા ગર્ભિત નિયમો કે વોરંટી આપતું નથી કે અન્ય શરતો કે પ્રતિનિધિત્વ કરતું નથી કે તેને સંબંધિત કોઈ પણ જવાબદારી સ્વીકારતું નથી (કોઈપણ એક્સટર્નલ વેબસાઇટ, કે જેની લિંક આ વેબસાઈટ પર આપવામાં આવેલી છે, તેની સામગ્રી કોઈપણ થર્ડ-પાર્ટીના બૌદ્ધિક સંપત્તિ અધિકારોનું ઉલ્લંઘન કરે છે તેવા કોઈપણ દાવાથી ઉદ્ભવતી કોઈપણ જવાબદારી સહિત).
ગ્રિહમ આથી કોઈપણ અધિકારક્ષેત્રના કાયદા દ્વારા લાદવામાં આવેલી કોઈપણ ગર્ભિત વોરંટીનો સ્પષ્ટપણે અસ્વીકાર કરે છે. તમામ વિવાદો અને કાનૂની બાબતો અને મુદ્દાઓ ફક્ત ભારતમાં પુણે કોર્ટના અધિકારક્ષેત્રને આધીન રહેશે. નિયમો અને શરતોમાં જણાવ્યા મુજબ તમામ વિવાદોને આર્બિટ્રેશન માટે મોકલવામાં આવશે.
ગ્રિહમ લાગુ પડતા કોઈપણ કાયદા, નિયમન, કાનૂની પ્રક્રિયા અથવા સરકારી વિનંતી અનુસાર કાર્ય કરવા માટે, ગ્રિહમની સંપૂર્ણ વિવેકબુદ્ધિથી અને તમને કોઈપણ પૂર્વ સૂચના આપ્યા વિના, જરૂરી એવી કોઈપણ માહિતી જાહેર કરવાનો, અથવા કોઈપણ માહિતી અથવા પ્રોડક્ટ કે સર્વિસીસમાં સંપૂર્ણ અથવા આંશિક રીતે ફેરફાર કરવાનો, પોસ્ટ કરવાનો ઇનકાર કરવાનો અથવા આંશિક કે સંપૂર્ણપણે દૂર કરવાનો હંમેશા અધિકાર ધરાવે છે.
અહીં જણાવ્યા મુજબ, તમારા દ્વારા આપવામાં આવેલી માહિતીના ઉપયોગ બદલ કોઈ વળતર ચૂકવવામાં આવશે નહીં. ગ્રિહમ તમારા દ્વારા આપવામાં આવેલી કોઇપણ માહિતી પોસ્ટ કરવા અથવા તેનો ઉપયોગ કરવા માટે બંધાયેલ નથી અને ગ્રિહમની સંપૂર્ણ વિવેકબુદ્ધિથી કોઈપણ સમયે, આપવામાં આવેલ કોઈપણ માહિતી દૂર કરી શકે છે.
તમારા સબમિશનને પોસ્ટ કરીને, અપલોડ કરીને, ઇન્પુટ કરીને, પ્રદાન કરીને અથવા સબમિટ કરીને તમે વૉરંટ આપો છો અને પ્રતિનિધિત્વ કરો છો કે આ વિભાગમાં વર્ણવ્યા મુજબ તમારા સબમિશનના તમામ અધિકારોની માલિકી અથવા અન્યથા નિયંત્રણ કરો છો, જેમાં મર્યાદા વિના, તમારા માટે પ્રદાન કરવા, પોસ્ટ કરવા, અપલોડ કરવા, ઇનપુટ કરવા અથવા સબમિશન કરવા માટે જરૂરી તમામ અધિકારો શામેલ છે.
એન્ડ-યુઝર દ્વારા કમ્યુનિકેશન સર્વિસ દ્વારા ઉપલબ્ધ કરાવી શકાય તેવા સોફ્ટવેર સિવાય વેબસાઈટ પરથી ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ કરાવવામાં આવેલ સોફ્ટવેર (જો હોય તો) (“સોફ્ટવેર”) એ સોફ્ટવેર પ્રોવાઈડરનું એન્ડ-વર્ક છે. તમારા દ્વારા કરવામાં આવતો સોફ્ટવેરનો ઉપયોગ એન્ડ-યુઝર લાઇસન્સ એગ્રીમેન્ટ (જો હોય તો), જે તેની સાથે આવે છે અથવા સોફ્ટવેરમાં શામેલ હોય છે ("લાઇસન્સ એગ્રીમેન્ટ"), તેની શરતો દ્વારા સંચાલિત થાય છે. સૌ પ્રથમ જ્યાં સુધી તમે લાઇસન્સ એગ્રીમેન્ટની શરતો સાથે સંમત થતા નથી ત્યાં સુધી તમે લાઇસન્સ એગ્રીમેન્ટ ધરાવતા હોય અથવા તેમાં સમાવિષ્ટ હોય તેવા કોઈપણ સોફ્ટવેર ઇન્સ્ટોલ અથવા ઉપયોગ કરી શકતા નથી.
ગ્રિહમ પોતાની સંપૂર્ણ વિવેકબુદ્ધિથી, કોઈપણ સમયે, સૂચના આપ્યા વિના, કોઈપણ અથવા તમામ વેબસાઇટ અને સંબંધિત સર્વિસીસ અથવા તેના કોઈપણ ભાગનો તમારો ઍક્સેસ સમાપ્ત કરવાનો અધિકાર ધરાવે છે.
પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે (ખાસ, આકસ્મિક અથવા પરિણામી, શિક્ષાત્મક, અથવા દાખલારૂપ નુકસાન, ક્ષતિ અથવા ખર્ચ, આવક અથવા નફામાં થયેલું નુકસાન, બિઝનેસમાં નુકસાન અથવા ડેટાના નુકસાન સહિત) આ વેબસાઇટ અથવા કોઈપણ લિંક કરેલી સાઇટના તમારા દ્વારા કરવામાં આવેલા ઉપયોગથી અથવા કોઈપણ પક્ષ દ્વારા ઉપયોગ કરવાની અસમર્થતાથી, કોઈપણ રીતે ઉદ્ભવતા, આ વેબસાઇટ, તેની સામગ્રી અથવા સંકળાયેલ સર્વિસીસમાં રહેલી કોઈપણ ખામી, ભૂલ, ચૂક, વિક્ષેપ, અપૂર્ણતા, ક્ષતિ, ભૂલ અથવા અચોક્કસતા, અથવા વેબસાઇટ અથવા તેના કોઈપણ ભાગની અનુપલબ્ધતાને કારણે અથવા કોઈપણ સામગ્રી અથવા સંકળાયેલ સર્વિસીસ અને અન્ય બાબતો સહિત, એન્ટિટીઓને આવા નુકસાન, ક્ષતિ અથવા ખર્ચની શક્યતા વિશે જાણ કરવામાં આવેલ હોવા છતાં ઉદ્ભવતા કોઈપણ પ્રકારના નુકસાન, ક્ષતિ અથવા ખર્ચ સહિત થતા કોઈપણ નુકસાન અથવા ક્ષતિ માટે ગ્રિહમ, તેની ગ્રુપ કંપનીઓ, સપ્લાયર્સ, સર્વિસ પાર્ટનર્સ, એજન્ટો, કર્મચારીઓ, લાઇસન્સર્સ, ઓફિસર્સ કે ડિરેક્ટર્સ જવાબદાર રહેશે નહીં.